Rules & Regulations

વિદ્યાર્થી / માતા / પિતા અને વાલી માટેના સામાન્ય નિયમો

  • તમારા બાળકને નિયમિત રીતે સ્વચ્છ ઇસ્ત્રી કરેલા યુનિફોર્મમાં મોકલવા, નક્કી કરેલ યુનિફોર્મ સાથે આઈકાર્ડ હોવુ જોઈએ.
  • દરેક બાળકે નિયમિત રીતે વાળ કપાવેલા, ઓળાવીને, તેલ નાખીને અને નખ કાપીને આવવું.
  • વર્ગમાં ૯૦% કરતાં ઓછી હાજરી ધરાવનાર વિદાર્થીને સેમેસ્ટરની વા.પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહી.
  • લેઈટ આવનાર વિધાર્થીને વર્ગમાં પ્રવેશ આપવામાં આવશે નહી.
  • માતા-પિતાની લેખિત પૂર્વ મંજુરી સિવાય શાળા સમય દરમ્યાન કોઈ વિધાર્થીને બહાર જવા દેવામાં આવશે નહી.
  • વાલી દર મહિનાના ચોથા શનિવારે ૧૧-૦૦ થી ૧૨-૩૦ કલાકની વચ્ચે વર્ગ શિક્ષક સાથે ચર્ચા કરવા શાળાની મુલાકાત લઈ શકશે.
  • સંસ્થાની મિલ્કતને નુકસાન કરનાર પાસેથી નુકશાની વસુલ કરવામાં આવશે.
  • ધુમ્રપાન કે ગુટખાનું સેવન કરનાર, મોબાઈલ રાખનાર વિદ્યાર્થી શિક્ષાને પાત્ર બનશે.
  • સંસ્થાનું કે હોસ્ટેલનું કોઈપણ લેણું બાકી હશે અને વાલીની લેખિત પાંચ દિવસ અગાઉ અરજી સિવાય શાળા છોડયાનું પ્રમાણપત્ર આપવામાં આવશે નહી.
  • વાલીએ સંસ્થાના શૈક્ષણિક કાર્ય, હોમવર્ક, કોચીંગ અને પ્રવૃતિમાં સહકાર આપવાનો રહેશે.
  • શાળા ફી રોકડે / ચેકથી લેવામાં આવશે.
  • શાળા ફી વર્ષના ચાર હપ્તામાં ભરી શકાશે, ફી ભર્યા પછી પરત મળશે નહી. જૂન, સપ્ટેમ્બર, ડિસેમ્બર, માર્ચ માસમાં શાળા શરૂ થયાના દસ દિવસની અંદર ફી ભરી જવાની રહેશે. એક માસ પછી આપનાર વિદ્યાર્થી પાસેથી લેઈટ ફી તરીકે રૂ.૧૦૦ વસુલ કરવામાં આવશે.
  • કેમ્પસમાં કે સ્કૂલ બસમાં બાળકને કોઈ સામાન્ય ઈજા થશે તો તેને પ્રાથમિક સારવાર આપવામાં આવશે અને વાલીને જાણ કરી બોલાવવામાં આવશે. વધુ બીમારી કે ઈજા સમયે વિદ્યાર્થી / વાલીની જવાબદારી રહેશે.
  • શાળાના નીતિનિયમો અને શરતોમાં જરૂરી જણાયે કેળવણી મંડળ ફેરફાર કરી શકશે, જે દરેકને માન્ય રાખવાના રહેશે.
  • શાળાનો સમય સોમ થી શુક્ર ૧૦-૩૦ થી ૫-૦૦ રહેશે અને શનિવારે સવારે ૮૦૦ થી ૧૨-૩૦ રહેશે.
  • કે.જી.ના બાળકો માટેના સમય સોમ થી શુક્ર સવારે ૧૦-૩૦ થી ૧-૩૦ વાગ્યા સુધીનો રહેશે અને ઋતુ અનુસાર સમયમાં ફેરફારને અવકાશ રહેશે.
  • સ્કૂલ ઓફ સાયન્સનો સમય સોમ થી શુક્ર કોચીંગ સાથે સવારે ૧૦-૩૦ થી ૫-૦૦ નો રહેશે.
  • ચેપી રોગની અસરવાળા વિદ્યાર્થી શાળામાં હાજરી આપી શકશે નહી.
  • વાલીએ નક્કી કરેલ ગણવેશ જરૂરીયાત પ્રમાણે યુનિફોર્મ (બે જોડ) બુટ, મોજા, ટાઈ, બેલ્ટ, આઈકાર્ડ, સ્પોર્ટ ટી-શર્ટ અને સ્પોર્ટ શુઝ સમયસર ખરીદી લેવાના રહેશે.
  • પુસ્તકો અને નોટબુકોની ખરીદી સમયસર કરી લેવી. તેની યાદી નોટીસબોર્ડ ઉપર મુકવામાં આવશે.
  • પ્રવેશ ફોર્મ સાથે શાળા છોડયાનું અસલ પ્રમાણપત્ર અને માર્કશીટની પ્રમાણિત નકલ આપવાની રહેશે. ધોરણ-૧૧ અને ૧૨ માં પ્રવેશ લેનાર બાળકોએ વધુમાં ટ્રાયલ સર્ટિ, પાસીંગ સર્ટિની પ્રમાણિત બે બે નકલો પ્રવેશ સમયે જ આપવાની રહેશે.
  • સત્રના પ્રથમ હપ્તાની ફી ભરપાઈ થયા પછી જ વિદ્યાર્થીનું નામ વર્ગ રજીસ્ટરમાં ચઢાવવામાં આવશે.
  • વચ્ચેથી એડમીશન રદ કરાવનાર વિદ્યાર્થીએ આખા વર્ષની ફી / હોસ્ટેલ ફી ભરવાની રહેશે. ભરેલી ફી પરત મળશે નહી.
  • સાયન્સના વિદ્યાર્થીઓને બહારના ટયુશન માટે પરમીશન આપવામાં આવશે નહી.
  • બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલની સુવિધા આપવામાં આવશે.
  • વાલીએ પોતાના રહેઠાણથી નજીકનો પીક અપ પોઈન્ટ પસંદ કરી ફોર્મમાં ભરવાનું રહેશે અને તે પ્રમાણે જ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળશે.
  • પિકનિક કે પ્રવાસ ખર્ચ વાલીના શીરે રહેશે.
  • રજા વગર સતત સાત દિવસ ગેરહાજર રહેનાર વિદ્યાર્થીનું નામ આપોઆપ રદ કરવામાં આવશે.
  • શાળા શરૂ થયા પછી બિમારી સિવાય વચ્ચેથી વિદ્યાર્થીને રજા મળશે નહી.
  • આકસ્મિક સંજોગોમાં વિદ્યાર્થી / વિદ્યાર્થીની સાથે કોઈ ઘટના બનશે તેની જવાબદારી આચાર્ય, શિક્ષક, શાળા કે મેનેજમેન્ટની રહેશે નહિ.
  • ધો-૧૦ / ૧૨ ના વિદ્યાર્થીઓએ ફેબ્રુઆરીના અંત સુધી ફરજીયાત શાળામાં હાજરી આપવાની રહેશે.
  • પ્રવૃતિઓની યાદી આ સાથે આપેલ છે જે પૈકી વિદ્યાર્થીઓની રૂચી પ્રમાણે બે એકટીવીટીમાં ફરજીયાત પણે સ્પર્ધાઓમાં ભાગ લેવાનો રહેશે.
  • કાર્યાલયમાંથી જે ગૃપ ફાળવવામાં આવે તે ગૃપમાં જ વર્ષની તમામ એકટીવીટીમાં ભાગ લેવાનો રહેશે.
  • પખવાડીક ટેસ્ટ દરેક વિદ્યાર્થીઓએ ફરજીયાત આપવાનો રહેશે.
  • રેડ, બ્લ્યુ, યલો, ગ્રીન ગૃપ પ્રમાણે લોઅર, ટી શર્ટ, શુઝની ખરીદી વિદ્યાર્થીએ કરવાની રહેશે.
  • માતા / પિતા / વાલીએ સંપર્ક માટે મોબાઈલ નંબર આપવો, બદલાય તો તરત જ જાણ કરી કાર્યાલયમાં નોંધાવવાનો રહેશે. જેથી બાળક અંગે વાલીને માહિતગાર કરી શકાય.
  • દરેક વાલીઓએ ફરજીયાત મીટીંગમા હાજરી આપવાની રહેશે.
  • આ અને આ સિવાયના કે મંડળે વખતોવખત બનાવેલ તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.